જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ભૂગર્ભ ગટર માટે પાઇપ લાઈન નાખવાની કામગીરી માટે પંચેશ્વર ટાવરથી આણદાબાવા ચકલા સુધીનો માર્ગ તાં. ૩ જાન્યુઆરીથી ત્રણ માસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવા અંગેનું જાહેરનામુ મ્યુનિ .કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર મહાનગપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ બીપીએમસી એક્ટની જોગવાઈ અન્વયે જામનગર મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં. ૯ના પંચેશ્વર ટાવરથી શ્રી સ્વરાય ડેરી થઈ હી એન્ડ શી પ્લે હાઉસ થઈ આણંદા બાવાના ચકલા સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી તા. ૩-૧-૨૦૨૫થી તા. ૨-૪-૨૦૨૫ એટલે કે ત્રણ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા માટે નું જાહેરનામુ  બહાર પાડ્યું છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાયો છું. જે કોઈ વ્યહિત આ હુકમનો ભંગ કરશે તેની સામે પી બી.પી.એમ.સી. એકટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

વોર્ડ નં. ૯, પંચેશ્વર ટાવરથી શ્રી સ્વરાય ડેરી થઈ હી એન્ડ શી પ્લે હાઉસ થઇ આણંદા બાવાનો ચકલા સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વોર્ડ નં. ૦૯ ગોવાળની મસ્જીદના ઢાળિયાથી વણિક સુખડીયા જ્ઞાતિની વાડીની ડાબી તરફના રસ્તા થઈ નંદઘર થઈ આણંદા બાવાના ચકલા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

તથા લોહાણા મહાજન વાડીની પાછળ આવેલ અજીતનાથ એપાર્ટમેન્ટની સામે વંડા ફળી તરફ જતા મેઈન રસ્તો ક્રિષ્ના ફલેક્ષ બેનરથી વિદ્યા વિકાસ સત્સંગ હોલ સુધીનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.