પોલીસે ૧૩ લાખના ચિટિંગનો ગુનો નોંધ્યો: ઉપરાંત અન્ય ૭૦ લાખની છેતરપિંડી કરી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના એક શખ્સ દ્વારા પોતાને લોરેન્સ બીશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી રહી હોવાના આક્ષેપ સાથે સૌ પ્રથમ તેણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, પરંતુ પાછળથી તેણે એકાએક પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી હતી. દરમિયાન આક્ષેપ કરના પોતે જ ગુનેગાર હોવાનું સાબિત થયું છે. અને હાલ પોલીસ લોકઅપમાં હવા ખાઈ રહ્યો છે. તેની સામે તેર લાખના ચિતિંગનો એક ગુનો નોંધાયો છે, જ્યારે અન્ય બે વેપારીઓ સાથે પણ ૭૦ લાખ જેટલી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહયું છે.
જામનગરમાં ખોડીયાર ફોલોની વિસ્તારમાં રહેતા સાગર કારૂભાઈ નંદાણીયા કે જેણે પોતાને લોરેન્સ બીશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી રહી છે, અને તેની સમગ્ર જાણકારી આપવા માટે મંગળવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી હતી. અને સાંજે ૫.૦૦ વાગ્યા બાદ તેણે તમામ પ્રેસ મીડીયાને બોલાવ્યા હતા. પરંતુ તે સમય પહેલાં તેણે ફરીથી આ પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખવામાં આવી છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.
દરમ્યાન ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ૧૩ લાખના ચીટીંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને હાલ પોલીસ પહેરા હેઠળ છે. જે પોતાને ધમકી આપવાની વાત કરી રહ્યો હતો, પરંતુ પોતે ચીટીંગનો ગુનેગાર હોવાનું સામેં આવ્યું છે.
આ ઉપરાંત તેણે અમદાવાદના એક વેપારી સાથે ૫૦ લાખનું ચીટીંગ તેમજ અન્ય એક પરપ્રાંતિય વેપારી સાથે રૂપિયા ૨૦ લાખનું ચીટીંગ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાને બિશ્નોય ગેંગ તરફથી ધમકી મળી રહી હોવાના આક્ષેપો કરાયાની સાથે જ જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ હતી, અને એલસીબીની ટીમને કામે લગાડી હતી. એલસબીની ટીમ પણ આ પ્રકરણમાં હરકતમાં આવી હતી, અને સત્ય શું છે, તે જાણવા માટેના પ્રયાસ કર્યા હતા. દરમિયાન પોતે ચીટીંગ કરેલી રકમ આપવી ન પડે, તે માટે આવું કરતુત કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર બાબતે પોલીસ ટુકડી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
0 Comments
Post a Comment