"તે પાણીનો બોર કર્યો છે, જેથી મારા બોરમાં પાણી જતું રહ્યું" તેમ કહી બાજુમાં વાડી ધરાવતા શખ્સે હુમલો કર્યાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ત્રીજા ઢાળિયા પાસે રહેતા અને કડિયા કામ કરતા મનીષ આંબાભાઈ ખાણધર નામના ૩૫ વર્ષના સતવારા યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જયેશ ગોપાલભાઈ ખાણધર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને પોતાની જમીનમાં પાણીનો બોર કર્યો હતો, જેથી તેના બોરમાં પાણી આવી ગયું હતું, પરંતુ બાજુમાં જ જયેશ ખાણધરના પાણીના બોરમાં એકાએક પાણી આવતું બંધ થઈ ગયું હોવાથી તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે ગુલાબ નગર પોલીસ ચોકીના પીએસઆઇ ડી.જી રાજ તેમજ સ્ટાફના વી.ડી. રાવલીયા વગેરે તપાસ ચલાવે છે.