જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટેની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારીએ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માગણી લોકો માંગણી ઊઠવા પામી છે.
જામનગર પુરવઠા વિભાગ હસ્તકની લાલબંગલા વિસ્તારમાં કાર્યરત ઝોનલ ઓફિસમાં રાશન કાર્ડના ફોર્મ તેમજ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અહિં એક જ બારી રાખવામાં આવી છે, જ્યાં અસંખ્ય અરજદારો હોવાથી અમુક લોકો સવારે ૭ વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, જ્યારે તેમનો વારો બપોરે ૧ર વાગ્યે આવે છે, અને તેમાં પણ કોઈ કાગળ ખૂટતા હોય તો તે લેવા જતા લાઈનમાં બીજા દિવસે ફરી વખત ઉભવાનો વારો આવે છે. શું સરકાર દ્વારા વધુ કર્મચારી ફાળવીને બારીની સંખ્યા વધારી ન શકાય..? આ અંગે ઉચ્ચ અધિકારીએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.
0 Comments
Post a Comment