જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં
થર્ટી ફર્સ્ટના આગમન અગાઉ જામનગર પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે
જામનગરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન જામનગરના દીગજામ સર્કલ નજીક સીટી સી ડિવિઝન
પોલીસ દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરાઇ હતી. આ દરમિયાન અંદાજે ૧૧ જેટલા
વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
૩૧ ડિસેમ્બર અગાઉ જામનગર પોલીસ દ્વારા
દીગજામ સર્કલ નજીક સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં
આવ્યું હતું. જેમાં શંકાસ્પદ વાહન ચાલકોને અટકાવી તલાશી લેવામાં આવી હતી. આ
દરમિયાન વાહનોના ડોક્યુમેન્ટ અને ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ જેવા જરૂરી
દસ્તાવેજો ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન ૧૧ વાહનો ડીટેઇન કરવામાં
આવ્યા હતા, સાથે સાથે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી ૫,૦૦૦
રૂપિયા જેવો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. પોલીસની કડક કાર્યવાહીને પગલે
ટ્રાફિક નિયમ ભંગ કરતા શખ્સો માં ફફડાટ ફેલાયો હતો.
0 Comments
Post a Comment