જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા સાત રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્કૂટર ચાલકની ડેકી માંથી બે નંગ બિયરના ટીન મળી આવતાં તેની સામે દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ આર. એલ. કંડોરીયા તેઓની ટીમ સાથે સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન ચેકિંગ ની કાર્યવાહી કરી રહ્યા હતા. જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલકને અટકાવીને તેના ડેકીની તલાસી લેતાં અંદરથી બે નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. તેથી પોલીસ દ્વારા જીજે ૧૦ ઈએ ૩૩૨૭ નંબરનું સ્કૂટર કબજે કરી લઇ તેના ચાલક જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા મિલન મારખીભાઈ ધ્રાંગુની અટકાયત કરી લઈ તેની સામે સીટી બી ડિવિઝન પોલીસ મથમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને સ્કૂટર ચાલકને બિયર અને સ્કૂટર સહિત ત્યાં સુપ્રત કરી દેવાયો છે.