જામનગરમાં કોંગ્રેસ દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે બોલનારા ગ્રહમંત્રીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિરોધ કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર

સંસદ ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે બોલનારા ગ્રહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં બેનર રાખીને ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરાતાં ૨૪ કોંગી આગેવાનો-કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

સંસદ ગ્રહમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે બોલનારા ગ્રહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની રાહબરી હેઠળ તેમજ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરીમાં શહેર કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો ઉપરાંત દલિત સમાજના આગેવાનો લાલ બંગલા સર્કલમાં બેનર પોસ્ટર સાથે એકત્ર થયા હતા, અને અમિત શાહનો વિરોધ દર્શાવી સૂત્રોચાર કર્યા હતા.

જે સમયે પોલીસ તંત્ર આવી પહોંચ્યું હતું, અને જાહેરમાં વિરોધ કરી રહેલા ૨૪ જેટલા કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જે તમામને પોલીસ હેડ કવાટર્સમાં લઈ જવાયા હતા. જોકે મોડેથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.