રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર શિયાળાના કારણે ક્રેકની અસર જોવા મળી: અન્ય કોઈ કારણ નહીં
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર ખંભાળિયા રેલવે માર્ગે લાખાબાવળ નજીક રેલવે ટ્રેક માં ક્રેક જોવા મળતા ટ્રેનના પાયલોટે ટ્રેનને થંભાવી દીધી હતી અને ધીમી ગતી એ પાસ કરી હતી. પરિણામે આ ટ્રેન જામનગરમાં સવા કલાક મોડી પહોંચી હતી.
ઓખાથી ગઈકાલે બુધવારે બપોરે ભાવનગર માટે રવાના થયેલી મુસાફર ટ્રેન લાખાબાવળ પહોંચતાં પહેલા રેલ્વે ટ્રેકમાં ક્રેક જોવા મળ્યું હતું. આથી ટ્રેનના ચાલકે ટ્રેનને થંભાવી દીધી હતી .આ પછી એકાદ કલાકના રોકાણ બાદ ટ્રેનને ધીમીગતિ એ પસાર કરવામાં આવી હતી. પરિણામે આ ટ્રેન જામનગર માં સવા કલાક મોડી પહોંચી હતી.
રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે શિયાળામાં ઠંડીના કારણે રેલવે ટ્રેકમાં ક્રેકનાં બનાવો બનતા રહે છે. આથી ચિંતાનો કોઈ વિષય નથી.
0 Comments
Post a Comment