જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન જુદી જુદી જણસની આવક થઈ રહી છે, અને ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ સુકા મરચાની ૪૦૦ ભારીની આવક થઈ હતી. જેમાં રેવા જાતિના મરચાંના ૨૮૦૦થી ૩,૦૫૦ ભાવ બોલાવ્યો હતો. જ્યારે સાનિયા જાતિના મરચાના ૨,૪૦૦થી ૨૭૦૦ રૂપિયાના ભાવે ભારીના સોદા થયા હતા. 

ઉપરાંત કડી કાબરા મરચાના ૫૦૦થી ૧,૨૦૦ રૂપિયાના ભાવે શોદા થયા હતા. હજુ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે લાલ મરચાની આવક શરૂ થઈ રહી છે, અને ખેડૂતોને સારી જાતના મરચામાં ઊંચા ભાવ મળી રહ્યા છે.